Monday, 2 May 2016

1લી મેનો ઈતિહાસ

 1 મે
                                   1લી મેએ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક / મજૂર દિન ઊંજવવામાં આવે છે. આ દિવસની પસંદગી શિકાગોમાં ઘટેલી એક ઘટના પર થઈ હતી. શિકાગોના હેમાર્કેર સ્ક્વયેર પાસે 1મે 1883માં મજૂરોએ પ્રદર્શન કર્યું હતું. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરતી વખતે પોલીસ પર ડાયનામાઈટ બોમ્બ ફેંકવામાં આવ્યો જેની પ્રતિક્રિયા રૂપે પોલીસે મજૂરો પર ગોળીબાર કર્યો. તે દિવસથી શ્રમિક દિવસ મનાવવામાં આવે છે.
મહત્વની ઘટનાઓ:-
1751 – અમેરિકામાં પ્રથમ મેચ રમાઈ.
1834 – બ્રિટીશ સંસ્થાનોમાંથી ગુલામી પ્રથા નાબૂદ થઈ.
1840– “પેનિ બ્લેક“(Penny black) પ્રથમ અધિકૃત ટપાલ ટિકિટ , યુનાઇટેડ કિંગડમમાં પ્રગટ કરાઈ.
                                                                “ પેનિ બ્લેક ”
                         પેનિ બ્લેક દુનિયાની પહેલી ચોટાડવાવાળી પોસ્ટ ટિકિટ હતી. જેનો ઉપયોગ સૌપ્રથમ વખત પોસ્ટઓફિસમાં  થયો હતો. આ ટિકિટને ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની સંયુક્ત રાજાશાહી દ્વારા 1 મેં , 1840 નાં રોજ બહાર પડાઈ હતી. એક વખત આ ટિકિટનો ઉપયોગ થયા પછી તેની લાલ શાહીથી લીટી કરવામાં આવતી હતી જેથી તેનો બીજી વખત ઉપયોગ ના થઈ શકે. પરંતુ આ લાલ શાહીને જોવી બહુ કઠિન હતું અને તે સરળતાથી દૂર પણ કરી શકાતી હતી.
1931 – એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ (Empire state building) ન્યૂયોર્ક શહેરને સમર્પિત કરાયું.
                                                      એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ             
                     એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ન્યૂયોર્ક શહેરના પાંચમાં એવન્યૂ અને પશ્ચિમમાં 34 માં માર્ગ વચ્ચે 102 માળની ગગનચુંબી ઇમારત છે. જેનું નામ ન્યૂયોર્ક રાજ્યના ઉપનામ પરથી લેવામાં આવ્યું છે. 1931 માં આ ઇમારતના નિર્માણ થવાથી માંડીને વર્લ્ડ ટ્રેડ સેંટરના ઉત્તરી ટાવર 1972ના નિર્માણથી 40 વર્ષ સુધી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બની રહી હતી . 2001 માં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની તબાહી પછી એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ફરી વખત ન્યૂયોર્ક શહેર અને ન્યૂયોર્ક રાજ્યની સૌથી ઊચી ઈમારત બની ગઈ  હતી . એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ અમેરિકાની સૌથી મોટી ઈમારત અને વિશ્વની 5માં  નંબરની ઊચી  ઈમારત  છે .
  • 1948 - ઉત્તર કોરિયાની ( north korea) સ્થાપના થઇ . કીમ -2 સુંગ પ્રથમ પ્રમુખ બન્યા .
  • 1956 - જોનાસ સાક (jonas salk ) દ્વારા નિર્મિત પોલિયોની રસી જાહેર જનતા માટે ઉપલબ્ધ બની .
                                                              જોનાસ સાક
જોનાસ સાકનો જન્મ 28 ઓક્ટોબર 1914ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો . તેઓ અમેરિકાના મહાન ચિકિત્સક હતા . પોલિયોની રસીની શોધ માટે તેમણે ઓળખવામાં આવે છે . વર્ષ 1944માં જયારે જોનાસ સાકેપોલિયોની રસી રજૂ કરી ત્યારે યુદ્ધ પછી પોલિયોની બીજી સૌથી મોટી સમસ્યા માનવામાં આવી હતી. ઈ સ 1952 સુધી પોલિયોની બીમારીથી 58000 લોકોના મોત થયા હતા . આ બિમારીની સૌથી વધારે અસર બાળકોને થતી હતી .
  • 1960 - મુંબઈ રાજ્યનું વિભાજન કરી ગુજરાત અને મહારાષ્ટ્રની સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના થઇ .
                     1947મા ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું . ( કચ્છ , સૌરાષ્ટ્ર અને મુંબઈ રાજ્ય ) સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વિપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યાં હતાં . જયારે મુંબઈ રાજ્યમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો . સ્વતંત્રતા પછી ઈ. સ. 1948માંમહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી . 1956 માં મુંબઈ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદ્રાબાદ અને મધ્યપ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો . નવા મુંબઈ રાજ્યમાં ઉત્તર ભાગના લોકો ગુજરાતી બોલતા હતા . જયારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી .ઈ.સ.1960 1મેના રોજ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનથી મુંબઈ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી . ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત , સૌરાષ્ટ્ર અને કચ્છ નો સમાવેશ કરાયો . આમ પહેલીવાર ગુજરાતેરાજ્યનો સ્વાયત્ત દરજ્જો મેળવી લીધો . ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી . ત્યાર બાદ 11 ફેબ્રુઆરી 1971 થીહિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગર ખસેડવામાં આવી
           જન્મ
  • 1919 :- પ્રસિદ્ધ ગાયક કલાકાર મન્ના ડેનો જન્મ કલકત્તામાં થયો હતો .
                                                                      મન્ના ડે
પ્રબોધ ચંદ્ર ડે ( 1 લી મેં 1919 – 24 ઓક્ટોબર 2013 ) અને મન્ના ડે ઉપનામથી જાણીતા વ્યક્તિ એક ભારતીય પાશ્ર્વગાયક હતા . તેમણે 1942 માં ફિલ્મ ‘ તમન્ના’ થી શરૂઆત કરી અને 1942 થી 2013 સુધીમાંઆશરે 4000 થી વધુ ગીતો ગાયા.ભારત સરકારે 1971 માં તેઓને પહ્મશ્રી ,2005 માં પહ્મભુષણ અને 2007 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજ્યા. 24 ઓક્ટોબર 2013નાં રોજ નારાણ હૃદયાલય બેંગ્લોર ખાતે અવસાન થયું હતું .

3 comments:

  1. મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ બંને નો જન્મ ક્યાં અહેવાલ માંથી થયો છે?

    ReplyDelete
  2. મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ બંને નો જન્મ ક્યાં અહેવાલ માંથી થયો છે?

    ReplyDelete