Monday, 2 May 2016

7 મેનો ઈતિહાસ

      7 મે
                                                                   રવીન્દ્રનાથ ટાગોર જયંતિ
મહત્વની ઘટનાઓ :-
1946 – ‘ટોકયો ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરીંગ’માં (જે પછીથી ‘સોની’ થી ઓળખાઈ)ની 20 કર્મચારીઓ સાથે સ્થાપના થઇ.

                                                             sony (સોની)
                          મુખ્યાલય – મોનિટો, ટોક્યો, જાપાન
                          સ્થાપક – માસારુ ઇબુકા , અકિઓ મોરીતા
                          સોની કંપની વિવિધ પ્રકારના ઈલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન કરે છે .

1952 – ઇન્ટીગ્રેટેડ સર્કિટનો વિચાર ,તમામ આધુનિક કોમ્પ્યુટરની જરૂરિયાત ,પ્રથમ વખત ‘જયાફ્રી ડમ્મરે’ પ્રકાશિત કર્યો .
2007 – મહાન હેરોદ (Herod the great)ની કબર શોધી કાઢવામાં આવી.

જન્મ
1861 – રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો.
                                                રવિન્દ્રનાથ ટાગોર
              રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861નાં રોજ કલકત્તામાં થયો હતો.તેઓ ગુરૂદેવ તરીકે પણ ઓળખાય છે.તેમણે જયારે 1913માં સાહિત્ય માટેનો નોબેલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબેલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.બંગાળના કલકત્તાના પિરાલિ બ્રહ્માણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉમરે પહેલી કવિતા લખી હતી. 16 વર્ષની ઊંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંધો (સૂર્ય સિંહ )ના નામે લખી.તેમણે પોતાની જિંદગીના અંતિમ તબક્કા દરમિયાન  બ્રિટીશ રાજનો વિરોધ કર્યો અને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો.ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટાગોરે રચેલી સંસ્થા , વિશ્વ ભારતી યુનિવર્સીટીમાં સચવાયેલું છે. ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતા અને મહાન વિદ્યાપ્રવિણ હતા.જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આવ્યું હતું.
         તેમના લખાણના બે ગીતો બાંગ્લાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે.અનુક્રમે ‘આમાર સોનાર બાંગલા’ અને ‘જનગણમન’ ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.

1912 –પન્નાલાલ પટેલ (ગુજરાતી લેખક)નો જન્મ થયો હતો.

                                                                           પન્નાલાલપટેલ
                  પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો .તેમણે ઇડરમાં અંગ્રેજી માધ્યમમાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.1936માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઇડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોષી સાથે તેમનો સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો.1950માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો.

1989માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા.તેમની રચના ‘માનવીની ભવાઈ ‘ માટે 1985 ના વર્ષનો જ્ઞાનપીઠ એવોર્ડ તેમને મળ્યો. 1989 માં અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેઓ અવસાન પામ્યા. ‘અલપઝલપ’તેમની આત્મકથા છે.

અવસાન
1539 – ગુરુનાનક (શીખ ધર્મના સ્થાપક)નું અવસાન થયું.          

No comments:

Post a Comment