5 મે
આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ
(દાયણ =બાળકનો જન્મ, સુવાવડ કરનાર મહિલા,નર્સ )
વિશ્વ એથ્લેટિકસ દિન
વિશ્વ સૂર્ય દિન
મહત્વની ઘટનાઓ
1260 – કુલબાઈ ખાન મોગલ સામ્રાજ્યનો શાસક બન્યો.
1821 – દક્ષિણ એટલાન્ટીક મહાસાગરના ‘સેન્ટ હેલેના ‘ ટાપુ પર નજરકેદ નેપોલિયનનું મૃત્યુ થયું .
1835 – બેલ્જીયમમાં યુરોપખંડની પ્રથમ રેલ્વે ‘ બ્રસેલ્સ ‘ અને ‘ મેચેલેન ’વચ્ચે શરૂ થઈ.
1925 – દ્ક્ષિણ આફ્રિકાની સરકારે આફ્રિકન ભાષાને સત્તાવાર જાહેર કરી.
1964 – યુરોપિયન સમિતિએ 5 મેને યુરોપદિન જાહેર કર્યો.
જન્મ :-
1479 – ગુરુઅમરદાસનો જન્મ (ત્રીજા શીખ ગુરુ)
1818 – કાર્લ માર્કસનો જન્મ થયો. (જર્મન રાજપુરુષ અને તત્વચિંતક)
કાર્લ માર્કસે ‘દાસ કેપિટલ ‘ અને ‘કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો ‘ પુસ્તક લખ્યાં છે.
1916 – જ્ઞાની ઝૈલસિંઘ ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિનો જન્મ
અવસાન :-
2006 – નૌશાદ , સંગીતકારનું અવસાન થયું.
નૌશાદ
નૌશાદ અલીનો જન્મ 25મી ડિસેમ્બર , 1919 ના દિવસે ઉત્તરપ્રદેશમાં આવેલાં લખનૌ ખાતે મુન્શીવાહિદ અલીને ત્યાં થયો હતો. એમણે પહેલીવાર સ્વતંત્ર સંગીતકાર તરીકે ઈ.સ.1940 ના વર્ષમાં ‘ પ્રેમનગર’ નામની ફિલ્મમાં સંગીત પીરસવાની તક મળી. પરંતુ એમની પોતાની ઓળખાણ પ્રસ્થાપિત કરવાની તક એમને ઈ.સ. 1944ના વર્ષમાં રજૂ થયેલ ‘રતન’ નામના ફિલ્મમાં મળી હતી.જેમાં જોહરાબાઈ અમ્બાલેવાલી ,અમીરબાઈ કર્ણાટકી ,કરણ દિવાન અને શ્યામ જેવા સ્વરકારોએ ગાયેલાં ગીતો ખૂબ જ પ્રસિદ્ધ થયાં હતા.એમને ભારતીય ફિલ્મમાં ઉત્તમ યોગદાન બદલ 1982માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઈ.સ. 1992માં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment