3 મે
વિશ્વ પ્રેસ સ્વતંત્રદિન \ વિશ્વ ઉર્જા દિવસ
- આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે .ભારતીય સંવિધાનના અનુચ્છેદ 19 મા અભિવ્યક્તિની આઝાદીને સન્માન આપવાને માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા ૩જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઘોષણા કરવામાં આવી હતી .
- યુનેસ્કો દ્વારા 1997 થી દર વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ આપવામાં આવે છે.
- આ પુરષ્કાર તે વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે જેણે પ્રેસની સ્વતંત્રતાને માટે ઉમદા કાર્ય કર્યું હોય.
2014 નો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પુરસ્કાર તુર્કીના અહમત સિકને આપવામાં આવ્યો.ભારતના કોઈ પણ પત્રકારને આ પુરસ્કાર ન મળવાનું એક મોટું કારણ એ છે કે કેટલાક વરિષ્ઠ પત્રકાર પશ્ચિમ અને ભારતમાં પત્રકારત્વના માપદંડમાં અંતર રાખે છે.
મહત્વની ઘટનાઓ:-
1937 – ‘ગોન વિથ ધ વિન્ડ’ (gone with the wind) માર્ગારેટ મિચેલ દ્વારા લખાયેલ નવલકથાને પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું.
1939 – નેતાજી સુભાષચન્દ્ર બોઝે ‘ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ‘ નામના પક્ષની સ્થાપના કરી.
અવસાન
1969 – ડો. ઝાકીર હુસૈન (ભારતના ૩જા રાષ્ટ્રપતિ)નું અવસાન થયું.
2006 – પ્રમોદ મહાજન (ભારતીય રાજકારણી\)નું અવસાન થયું.
No comments:
Post a Comment