2 મે
મહત્વની ઘટનાઓ
1952 – વિશ્વના પ્રથમ બેટ યાત્રીવિમાન ‘દ હેવિલેન્ડ કોમેટ 1’ એ લંડન જોહાનિસબર્ગની પોતાની પ્રથમ ઉડાન ભરી.
જન્મ :-
1887 – ચુનીલાલ શાહ ગુજરાતી સાહિત્યકારનો જન્મ.
ચુનીલાલ શાહ
ચુનીલાલ વર્ધમાન શાહનો જન્મ 2/5/1887નાં રોજ વઢવાણ મુકામે થયો હતો.
- તખલ્લુસ – સાહિત્યપ્રિય
- પારિતોષિક – રણજિતરામ સુવર્ણચંદ્રક (1937)માં
- નવલકથા – પ્રમોદા અથવા દિલેર દિલારામ(1907) , ધારાનગરીનો મુંજ(1915) , પાટણની પડતીનો પ્રારંભ(1915)
- બૃહદ નવલકથા – કંટક છાયો પંથ (1963)
- સામાજિક નવલકથા – જિગર અને અમી (1944)
1921 – સત્યજીત રે ફિલ્મ નિર્દશકનો જન્મ
સત્યજીત રે
સત્યજીત રે એક ભારતીય ફિલ્મ નિર્દેશક હતા.જેમને 20 મી સદીના શ્રેષ્ઠ નિર્દેશક ગણવામાં આવે છે. તેમનો જન્મ કલકત્તામાં કલા અને સાહિત્યની દુનિયામાં જાણીતા એક બંગાળી પરિવારમાં થયો હતો. એમણે પ્રેસિડેંસી કોલેજ કલકત્તા અને વિશ્વ – ભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. સત્યજીત રે એ પોતાના જીવનમાં 36 ફિલ્મોનું નિર્દેશન કર્યું છે એમની પહેલી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ હતી. તેમને 1985માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને 1992માં ભારતરત્ન પુરસ્કાર મળ્યો હતો.
No comments:
Post a Comment