Monday, 2 May 2016

9 મેનો ઈતિહાસ

9 મે
મહત્વની ઘટનાઓ:-
  • 1874 – મુંબઈ શહેરમાં પ્રથમ ઘોડા ચાલિત બસે (ટ્રામ) પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરુ થઇ.
  • 1904 – વરાળ ચાલિત રેલવે એન્જિન ‘ સીટી ઓફ ટ્રૂરો’ 100 માઈલ / કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જિન બન્યું.
          જન્મ :-
  • 1540 – મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો .
                                                                                  મહારાણા પ્રતાપ
મહારાણા પ્રતાપ ઉદેપુર, મેવાડમાં સિસોદિયા રાજવંશના રાજા હતા . તેમનો જન્મ 9 મે 1540ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિહ અને રાણી જિવત કવરના ઘરમાં થયો હતો . એમનું નામ ઇતિહાસમાં અપ્રિતમ વીરતા બતાવવા માટે તેમજ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે . એમણે કેટલાય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમજ પાછુ મેળળવા સંઘર્ષ કર્યો હતો . 1576માં હલ્દીઘાટીના યુદ્ધમાં 20 ,000 રજપૂતો સાથે રાખીને રાણાપ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની 80,000ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા પ્રતાપને શક્તિસિહે બચાવ્યા. આં યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું . આ યુદ્ધ માત્ર એક દીવસ ચાલ્યું પરંતુ તેમાં 17,000 સૈનિકો ખુવાર થઇ ગયા . મેવાડાને જીતવા માટે અકબરે બધા પ્રયત્ન કર્યા. મહારાણા પ્રતાપની હાલત દિન – પ્રતિદિન નબળી પડતી ગઈ . મહારાણાના 25,000 રાજપૂતોને 12 વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઇ ગયા.
  • 1866 – ગોપાલ કૃષ્ણ ગોખલેનો જન્મ થયો.

No comments:

Post a Comment