4 મે
આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ
મહત્વની ઘટનાઓ
1799 – ચોથું એંગ્લો – મૈસુર યુદ્ધ , ટીપુ સુલતાન બ્રિટિશ લશ્કરના હાથે મરાયો અને શ્રીરંગપટ્ટનમનો ઘેરો સમાપ્ત થયો.
1904 – અમેરિકા દ્વારા પનામા નહેરનું બાંધકામ શરૂ થયું
પનામા નહેર
કોઈ જહાજે અમેરિકાના પશ્ચિમ બાજુના પેસિફિક મહાસાગરમાંથી પૂર્વ બાજુના એટ્લાંટિક મહાસાગર માં જવું હોય તો દક્ષિણ અમેરિકાનો 12000 કિ.મી.નો ચકરાવો લઈને જવું પડતું પરંતુ બુદ્ધિશાળી એન્જીનિયરોએ ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતી સાંકડી પટ્ટીમાં એક નહેર ખોદીને બંને મહાસાગરને જોડી દીધા આથી પેસિફિક માંથી એટલાંટિક મહાસાગરમાં જવાનું અંતર માત્ર 82 કિ.મી. થઇ ગયું. આ નહેર રિપબ્લિક ઓફ પનામાં (ટૂંકમાં પનામાં) દેશમાં આવેલી છે.
સૌ પ્રથમ તો ઇ.સ. 1881માં ફ્રેંચ સરકારે આ નહેર બનાવવાનુ બીડૂ ઝડપ્યું , નકશાઓ બનાવ્યા. તેમણે એવું નક્કી કર્યું કે દરિયાના લેવલે નહેર બનાવી એ બે દરિયા નહેર મારફતે જોડી દેવા. પણ રસ્તાઓમાં નદીઓ , પર્વતો અને સરોવરો આવે ત્યાં શું કરવું? આ બધું ન આવે એવો રસ્તો પસંદ કરવો હોયતો રસ્તો બહુ લાંબો થઇ જાય. આમ, છતાં પ્લાન બનાવીને નહેર ખોદવાનું શરુ કર્યું. થોડા વર્ષોબાદ, સખત વરસાદ ને લીધે જેટલુ ખોદ્યુ હતું. તેટલી માટી પાછી પુરાઈ ગઈ. વળી. પનામાનાં જંગલોમાં મચ્છરોને લીધે મજૂરોમાં મેલેરિયા અને યલોફિવર નામનો તાવ ફાટી નીકળ્યો. નવ વર્ષ દરમિયાન લગભગ 22000 મજૂરોના મોત થયા. છેવટે ફ્રેન્ચોએ 1889મા આ કેનાલનું કામ પડતું મૂક્યું.
હવે આ અમેરિકાએ આ પ્રોજેક્ટ હાથમાં લીધો. જ્હોન ફ્રેન્ક સ્ટીવન નામના એન્જિનિયર તે વખતના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ આગળ આ નહેર નો પ્રસ્તાવ પાસ કરાવ્યો. તે પોતે રેલ્વેલાઈન બાંધવાના કામનો નિષ્ણાંત હતો. તેણે 1904 માં આ નહેર બાંધવાનું કામ શરુ કર્યું. 1907 પછી જ્યોર્જ વોશિંગ્ટન ગાથલે એન્જીનિયર તરીકે ચાર્જ સંભાળ્યો.
1953 – અંગેજી ભાષાના સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેને તેમના પુસ્તક ‘ધ ઓલ્ડમેન એન્ડ ધ સી‘ માટે પુલિત્ઝર પ્રાઈઝ (pulitzer prize) અપાયું.
પુલિત્ઝર પ્રાઈઝ
પુલિત્ઝર પ્રાઈઝ સંયુક્ત રાજ્ય અમેરિકાનું મહત્વપૂર્ણ પુરસ્કાર છે. જે પત્રકારત્વ,સાહિત્ય અને સંગીત જેવા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કાર્ય બદલ ઈ.સ. 1917થી આપવામાં આવે છે. જેની સ્થાપના જોસેફ પુલિત્ઝરે કરી હતી.
ઈ.સ. 1918 માં પ્રથમ પુલિત્કાર પ્રાઈઝ અર્નેસ્ટ પુલેને આપવામાં આવ્યું હતું.
પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ભારતીયો (કુલ-5)
વર્ષ વિજેતા
1937 (પ્રથમ ) ગોવિંદ બહેરી લાલ
2000 ઝૂમ્પા લાહિડી
2003 ગીતા આનંદ
2011 સિદ્ધાર્થ મુખરજી
2014 વિજય શેષાદ્રી (98મો વાર્ષિક પુલિત્ઝર પુરસ્કાર)
1979 – ‘માર્ગારેટ થેચર’ યુનાઈટેડ કિંગડમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
અવસાન:
1799 – ટીપુ સુલતાનનું આજે અવસાન થયું હતું.
1991 – ચંદ્રવદન મહેતા , ગુજરાતી સાહિત્યકારનું અવસાન થયું.
ચંદ્રવદન મહેતા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા એ એક પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર હતા.તેમનો જન્મ દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે છઠ્ઠી એપ્રિલ ,1901 ના દિવસે થયો હતો.
કાવ્યગ્રંથ – ઇલા કાવ્યો , ચાંદરણો , રતન , રૂડો રબારી , ઓ ન્યૂયોર્ક , ચડો રે શિખર રાજા રામના
નાપ્યગ્રંથો – અખો , મૂંગી સ્ત્રી , અખો વરવહુ અને બીજાં નાટકો , આગગાડી , રમકડાંની દુકાન , નર્મદ,નાગબાવા વગેરે .
No comments:
Post a Comment