10 મે
મહત્વની ઘટનાઓ :-
- 1857 – ભારતમાં મેરઠમાં સિપાઈઓની ટુકડીએ તેમના ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના મંડાણ થયા .
- 1994 – નેલ્સના મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા .
નેલ્સન મંડેલા
નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી 1994 થી 1999 સુધી તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રમુખપદે રહ્યા .આ હોદ્દો ધારણ કરનાર તેઓ પ્રથમ અશ્વેત હતા . ક્ષોસા સમુદાયના થેમ્બુ રાજઘરાનાના મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરટ્રંડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોના ભાગરૂપે તેઓએ 27 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતના રોબિન ટાપુ પર અને પછી પોલ્સ્મૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા . ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી 1990માં તેમને જેલમુક્ત કરાયા હતા .
1979માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરુ પારિતોષિક , 1990માં ભારતનું શ્રેષ્ઠ નાગરિક સન્માન ભારત રત્ન અને 1993 માં નોબેલ શાંતિ પુરસ્કાર સહિત મંડેલાને આશરે 250 કરતા વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા .
જન્મ :-
- 1981 – નમિતા કપૂર ( અભિનેત્રીનો ) જન્મ થયો હતો.
નમિતા કપૂર
નમિતા કપૂરનો જન્મ 10 મે 1980ના રોજ સુરત, ગુજરાતમાં પંજાબી કુટુંબમાં થયો હતો . તેણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે . નમિતાએ 1998 માં ‘ મિસ સુરત’ નો ખિતાબ જીત્યો હતો . ત્યારબાદ ઈ. સ . 2001 માં મિસ ઇન્ડિયા હરીફાઈમાં ભાગ લીધો હતો. જેમાં તેણીએ ચતુર્થ રનર આપનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું .આ સ્પર્ધામાં સેલિના જેટલીએ મિસ ઈન્ડિયાનો ખિતાબ પ્રાપ્ત કરેલ. તેણીએ ઘણી ટેલીવિઝન જાહેરાતોમાં પણ કામ કર્યું . જેમાં ‘ હિમાની ક્રિમ’ , ‘માણિકચંદ’, ‘નાઈલ શેમ્પૂ’ વગેરે સામેલ છે.
No comments:
Post a Comment